ટીચર વિશે નિબંધ teacher vishe nibandh gujarati ma
ટીચર નું વિદ્યાર્થીના જીવનમાં ખૂબ ખૂબ જ મહત્વ છે મા-બાપ પછી ત્રીજું સ્થાન શિક્ષકને આપવામાં આવે છે માં જીવન કઈ રીતે જીવાય તેના સારા સંસ્કાર આપે છે પિતા જીવનમાં કઈ રીતે આગળ વધવું તે શીખવાડે છે અને ટીચર એ શીખવાડે છે કે જીવનમાં ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિ ઊભી થાય એ મુશ્કેલીનો સામનો કઈ રીતે કરવો તે શિક્ષક દ્વારા આપેલ શિક્ષણને કારણે જ સામનો કરી શકીએ છીએ જીવનમાં શિક્ષણ એ ત્રીજી આંખ તરીકે માનવામાં આવે છે એક શિક્ષક હંમેશા એ જ પ્રયત્ન કરે છે
કે પોતાના વિદ્યાર્થી અવગુણોને ભૂલી સારા સદગુણો પોતાના જીવનમાં ઉતારે અને એક વ્યવસ્થિત રીતે જીવન જીવવાનું શીખે વિધાર્થીના જીવનનું ઘડતર શિક્ષકોના હાથમાં માનવામાં આવે છે આપણા શાસ્ત્રોમાં શિક્ષકનું સ્થાન ભગવાન કરતાં પણ ઊંચે આપવામાં આવ્યું છે આપણે ત્યાં તો એક દુહો પણ પ્રસિદ્ધ છે ગુરુ ગોવિંદ દોનો ખડે કીસકો લાગુ પાય બલિહારી ગુરુ આપની જેને ગોવિંદ દિયો બતાય એનો અર્થ છે કે ભગવાન અને શિક્ષકને જો બાજુમાં ઊભા રાખવામાં આવે તો સૌથી પહેલા ગુરુ ને પગે લાગી છું કારણકે ભગવાન સુધી પહોંચવાનો રસ્તો ગુરુ પાસેથી મળેલ છે
[તમે આ નિબંધ માં તમારા પસંદ ટીચર વિશે બે ત્રણ લીટી માં થોડું ઉમેરો ઉદાહરણ તરીકે ……ટીચર મને ખૂબ સારી રીતે ભણાવે છે જેને …… વર્ષનો અનુભવ છે તેના દ્વારા સમજવામાં આવેલ દરેક માહિતી હું સરળતાથી સમજી લવ છું તે ગમે તે માહિતી હોય ….. ટીચર ની સરળ રીત ખૂબ જ પસંદ કરું છું ….. ટીચર મને જીવનમાં હંમેશા યાદ રહેશે તેનો સ્વભાવ ખૂબ જ વિનમ્ર અને દયાળુ છે તેમના માર્ગદર્શન હેઠળ અમે ઘણી બધી સ્પર્ધાઓ પણ જીતી છે તે બધા વિદ્યાર્થીઓ પર સમાન રીતે ધ્યાન આપે છે ]


