પ્રવાસ વિશે નિબંધ pravas nibandh in gujarati
પ્રવાસ વિદ્યાર્થીના જીવનની એવી પલ હોય છે જે હંમેશા યાદગાર રહેશે છે પ્રવાસમાં ઘણું બધુ જાણવા અને માણવા મળે છે પ્રવાસ કરવાથી ઘણા બધા ગુણોનો વિકાસ થાય છે જેમાં સાહસિકતા સહનશીલતા અને સહકાર જેવા ગુણોનો વિકાસ થાય છે પોતાનું કામ જાતે કરતા શીખીએ છીએ અને પ્રકૃતિને નિહાળવાની અને માણવાની દ્રષ્ટિ વિકસે છે
પ્રવાસ કરવા જતા પહેલા ઘણી બધી તૈયારી કરવી પડે છે જેમાં થેલામાં કપડા બ્રશ તેમજ સુકો નાસ્તો લઈ જવાનું હોય છે સુકો નાસ્તો ક્યાંક જંગલ વચ્ચે પ્રવાસમાં લઇ ગયેલ વાહન રોકીએ અથવા તો પ્રવાસમાં લઇ ગયેલ વાહનમાં મિત્રો સાથે નાસ્તો કરવાની અલગ જ મજા હોય છે
મારી શાળામાં દર બે વર્ષે શિયાળામાં પ્રવાસન સ્થળ પર પ્રવાસ કરવા નો મોકો મળે છે પ્રવાસમાં આમ તો અલગ અલગ જગ્યાએ ફરવાની મજા આવે છે પણ અમુકવાર ઘણી બધી અગવડો પણ ઊભી થતી હોય છે જેમાં ક્યાંક પંચર પડે તો ક્યાંક જમવા રહેવાની સુવિધા પણ સારી ન મળે અને ક્યાંક બસ પણ ખરાબ થઈ ગઈ તો આવી અગવડો પ્રવાસમાં થતી હોય છે
આવી અગવડોમાં પણ ક્યાંક ને ક્યાંક આનંદ શોધી લેતા હોયયે છીએ પહેલી વાર જ્યારે પ્રવાસમાં જવાનું થાય ત્યારે જે આનંદ હોય તે સૌથી અનેરો હોય છે પ્રવાસ મા જવાની જે તારીખ નક્કી કરેલી હોય તે જેમ-જેમ નજીક આવતી જાય તેમ ખૂબ જ આનંદ થતો હોય છે તે આનંદ લેવો હોય છે કે કોઈની સાથે વ્યક્ત પણ કરી શકતા નથી પ્રવાસ પહેલાં ઘણી બધી તૈયારીઓ કરવા લાગીએ છીએ જેનાથી પ્રવાસમાં આપણને કોઈપણ પ્રકારની અગવડ ન પડે મારો પહેલો પ્રવાસ અને હંમેશા યાદ રહેશે
મારો યાદગાર પ્રવાસ નિબંધ ગુજરાતી 200 words