unada ni bapor gujarati nibandh ઉનાળાની બપોર
ઉનાળાની બપોર એટલે ઉનાળામાં બપોર વચ્ચે સહન ન કરી શકાય તેઓ પડતો તડકો ઉનાળાની બપોર વચ્ચે સૂર્ય અગ્નિના ગોળા માફક ધગધગતો હોય છે ઉનાળાની બપોરે જમીન અને રોડ રસ્તા એટલા બધા ગરમ થઈ જાય છે કે જો ખુલ્લા પગે રસ્તા પર ચાલીએ તો પગ પણ દાઝી જાય છે ઉનાળાની બપોર વચ્ચે જો કોઈ વધારે પડતા બહાર રહેતો લૂ લાગવાથી બીમાર પડી જાય છે
બપોર વચ્ચે લોકો સાથે પશુ પંખીઓ પણ ઝાડનો છાયડો ગોતી છાયડે જ બેસી રહે છે ભેંસો ઉનાળામાં પોતાના શરીરને ઠંડુ રાખવા નદી નાળા અથવા તળાવમાં બેસી રહે છે અને ખેતરમાં કામ કરતા ખેડૂતો બપોર વચ્ચે ઝાડનો છાંયો ગોતી બેસી જાય છે વન વગડામાં ગાયો ભેંસો ચરાવતા ગોવાળો પણ ઝાડના છાંયે બેસી રહે છે અને લોકો નદીમાં અથવા સ્વિમિંગ પુલમાં નાહવાનું વધુ પસંદ કરે છે
ઉનાળાની બપોરે રસ્તાઓ અને ગલીઓ સાવ સુનસાન થઈ જાય છે લોકો બપોર વચ્ચે બહાર નીકળવાનું ટાળે છે શિયાળાની ઋતુ પૂર્ણ થતાં ગ્રીષ્મ ઋતુની શરૂઆત થાય છે એટલે કે ઉનાળાની શરૂઆત થઈ જાય છે અને ખૂબ તડકો પડવા લાગે છે તડકો અને ગરમી સહન કરવી લોકો માટે અસહ્ય થઈ જાય છે ઉનાળામાં લોકો ગરમીથી રાહત મેળવવા પંખા કુલર એર કન્ડિશનર ચાલુ કરી ઘરમાં જ પૂરાઈ રહે છે
અને જ્યાં સુધી સાંજ ન પડવા આવે ત્યાં સુધી બહાર જવાનું ટાળે છે કારણ કે સાંજના સમયે તડકો ઓછો થઈ જાય છે ઉનાળામાં રાત્રે લોકો ગરમીથી રાહત મેળવવા પોતાના ધાબા પર સૂવાનું પસંદ કરે છે ઉનાળામાં ભીમ અગિયારસ હોળી જેવા મોટા તહેવારો પણ આવે છે
ઉનાળો ચાલુ થતાં જ આંબા ઓમા કેરી આવવા લાગે છે અને કેરી ને જે ફળનું રાજા માનવામાં આવે છે તેને લોકો ખાવાનું ખૂબ જ પસંદ કરે છે ઉનાળામાં તરબૂચ અને ટેટી જેવા ફળો પણ થાય છે લોકો ઉનાળામાં ઠંડી જગ્યાએ ફરવાનું પણ પસંદ કરે છે