matruprem essay in gujarati માતૃપ્રેમ નિબંધ ગુજરાતી
માતૃપ્રેમ વિશે જેટલુ વર્ણન કરીએ કેટલું ઓછું જ પડે કહેવાય છે કે ભગવાન ને વારંવાર પૃથ્વી પર ન આવવું પડે એટલે ભગવાને મા ની રચના કરી મા એ આપેલ સંસ્કારોને કારણે જ આપણે સૌ સારા માનવી બની શકીએ છીએ ઝવેરચંદ મેઘાણીની કવિતા જનનીની જોડમાં કહેવામાં આવ્યું છે
કે ગંગાનાં નીર તો વધે ઘટે પણ માડીનો મેઘ બારે માસ રે એટલે કે ગંગા જે સૌથી પવિત્ર નદી માંનવામા આવે છે તેના પાણી વધી ઘટી શકે પણ માનો પ્રેમ આખું જીવન એક સરખો જ રહે છે તમે ગમે એટલા મોટા થઈ જાઓ પણ માં પાસે તમે બાળક જ છો માં પોતાના બાળક નું સ્થાન હંમેશા હૃદયમાં રાખે છે માતૃપ્રેમ ની કોઈ કિંમત ન આકી શકે કારણકે માની પ્રેમની કિંમત તો અમૂલ્ય છે બાળકની પહેલી જો કોઈ દુનિયા હોય તો તે માં નો ખોળો છે
મા સ્થાન વિશ્વમાં સૌથી ઉચે છે માં એ કુદરતે આપેલી એક ભેટ છે જે પૃથ્વી પરના તમામ જીવોને આપી છે એમાં મનુષ્ય હોય કે કોઈ પણ પશુ પંખી હોય બધાનું લાલન-પાલન માં જ કરે છે ભગવાનને પણ જો પૃથ્વી પર આવવું હોય તો મા વગર ન આવી શકે મા ને સૌથી પહેલાં એક ગુરૂનું સ્થાન આપવામાં આવે છે શરૂઆત થી જ પોતાના બાળકનું જીવનનું ઘડતર ઘડે છે
એને સારા સંસ્કારો આપે છે આપણે ત્યાં એક કહેવત પણ છે માં તે માં બીજા બધા વગડાના વા મા નો પ્રેમ એટલો ઊંચે છે કે તેની સાથે કોઈનો પ્રેમ તોલી શકાતો નથી દુનિયામાં ગમે ત્યાં જાવ પણ મારા જેટલો પ્રેમ તમને કોઈ આપી શકતું નથી વિશ્વમાં માં ના બલિદાનો ના ઇતિહાસો ભરેલા છે
કે પોતાના બાળક માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું હોય માં પોતાના બાળકને હંમેશા ખુશ રાખવા માંગે છે અને નિસ્વાર્થ ભાવે કાળજી રાખે છે કવિ કાગે પણ માં વિશે એક દુહો લખ્યો છે કે મોઢે બોલું માં તો મને સાચે જ નાનપણ સાંભરે પછી મોટપની મજા મને કડવી લાગે કાગડા