હોળી નિબંધ ગુજરાતી holi nibandh gujarati ma
હોળી એક ભારતીય હિન્દુ તહેવાર છે દર વર્ષે ફાગણ મહિનાની પૂનમના દિવસે માર્ચ મહિનામાં હોળી મનાવવામાં આવે છે હોળી નું બીજું નામ ઉતાસણી પણ છે હોળીની વસંતોત્સવ તરીકે પણ ઓળખવામાં આવે છે હોળીના બીજા દિવસે ધુળેટી મનાવવામાં આવે છે હોળીના દિવસે ગામડા વિસ્તારમાં રહેતા લોકો હોળી માટે ફાળો ઉઘરાવે છે
ગામડાના લોકો સાંજના સમયે ગામના મુખ્ય ચોક અથવા ગામના પાદરમાં લાકડા અને છાણા હોળી બનાવવામાં આવે છે અને સાંજના સમયે હોળી પ્રગટાવવામાં આવે છે જેને ફરતે લોકો પ્રદિક્ષણા કરે છે અને નારિયળ જેવી પવિત્ર વસ્તુઓ હોળીમાં હોમી હોળી મનાવે છે
અને પ્રસાદીરૂપે પતાસાની પ્રસાદી આપવામાં આવે છે હિન્દુ ધર્મમાં ખૂબ જ એક પ્રખ્યાત કથા અનુસાર હોલિકા અને પ્રહલાદ ની કથા ખૂબ જ જાણીતી છે હિરણ્યકશ્યપ નો પુત્ર પ્રહલાદ ભગવાન વિષ્ણુનો ભક્ત હતો જે હિરણ્યકશ્યપને પસંદ નહોતું ભગવાન વિષ્ણુની ભક્તિ છોડાવવા હિરણ્યકશ્યપે પ્રહલાદને ભગવાન વિષ્ણુની ભક્તિ છોડાવવા અલગ-અલગ પ્રલોભન તથા ડર બતાવી ભક્તિ છોડાવવાનો પ્રયાસ કર્યો
પણ પ્રહલાદ ભગવાનની ભક્તિ છોડી નહીં તેથી હિરણ્યકશ્યપે પોતાની બહેન હોલિકાને બોલાવી જેને એવું વરદાન હતું કે અગ્નિ તેને બાળી શકતી ન હતી તેથી હિરણ્યકશ્યપે આદેશ આપ્યો કે અગ્નિમાં હોલિકાના ખોળામાં પ્રહલાદ ને બેસાડો જેથી પ્રહલાદ બળી જાય અને હોલિકા બચી જાય લાકડા ખડકી એની માથે હોલિકાને બેસાડવામાં આવી અને તેના ખોળામાં પ્રહલાદને બેસાડવામાં આવ્યા પ્રહલાદ ભગવાન વિષ્ણુનું સ્મરણ કરવા લાગ્યો
જેમાં હોળિકા બળી ગઈ અને પ્રહલાદની ભક્તિ ના કારણે પ્રહલાદ કંઈ પણ ન થયું પ્રહલાદને કઈ નથી થયું એ ખુશીમાં બીજે દિવસે એકબીજાને રંગછાંટણા કરી ધુળેટી મનાવવામાં આવે છે લોકો એકબીજાના ઉપર અબીલ ગુલાલ તેમજ કેસુડાના રંગોના છાંટી પોતાનો ઉત્સાહ અને આનંદ વ્યક્ત કરે છે નાના બાળકો રંગ ની પિચકારી ભરી રંગોથી રમે છે
અને ફુગા મા રંગ ભરી એકબીજા પર ફેકે છે અને ધુળેટી નો આનંદ માણે છે હોળી નો તહેવાર સૌ કોઈ સાથે મળીને ઉજવે છે હોળીનો તહેવાર ભારતમાં જ નહીં પણ વિદેશોમાં પણ ઉજવાય છે હોળીનો તહેવાર એ અધર્મ ઉપર ધર્મનો વિજય માનવામાં આવે છે