દિવાળી વિશે નિબંધ diwali nibandh gujarati
દિવાળી એક ભારતીય હિન્દુ તહેવાર છે દિવાળીનો તહેવાર નાના-મોટા સૌ ભેગા મળીને સાથે ઉજવે છે નાના બાળકો ફટાકડા ફોડી દિવાળીનો આનંદ માણે છે ઘરમાં નવી-નવી વાનગીઓ બનાવવામાં આવે છે અને મીઠાઈ ખરીદવામાં આવે છે શાસ્ત્રો પ્રમાણે કહેવાય છે કે ભગવાન શ્રીરામ પોતાનો ચૌદ વર્ષનો વનવાસ પૂર્ણ કરી અયોધ્યામાં પાછા ફર્યા હતા તેની યાદમાં દિવાળીનો તહેવાર ધામધૂમથી મનાવવામાં આવે છે
દિવાળીના તહેવારને અધર્મ પર ધર્મનો વિજય માનવામાં આવે છે દિવાળીનો તહેવાર ખૂબ જ પ્રાચીન સમયથી ઉજવવામાં આવે છે જે જુના એ જમાનામાં દિવાલીયા ના નામથી પણ પ્રસિદ્ધ હતો દિવાળીનું બીજું નામ સંસ્કૃતમાં દીપાવલી પણ છે દિવાળીના તહેવાર આમ તો એક સાથે ઘણા તહેવારો લાવે છે જેમાં વાઘ બારસ કાળી ચૌદશ ધનતેરસ ગુડી પડવો ભાઈબીજ અને નવું બેસતુ વર્ષ કાળી ચૌદસને દિવસે લોકો પોતાના પિતૃઓનું શ્રાદ્ધ કરે છે એવું માનવામાં આવે છે કે કાળી ચૌદસને દિવસે ઘણા યોગીઓ સિદ્ધિ મેળવવા માટે રાત્રે સ્મશાનમાં સાધના પણ કરે છે દિવાળીમાં ધનતેરસનું પણ એક ખાસ મહત્વ છે
જે દિવસે વેપારીઓ પોતાના ચોપડા ની પૂજા કરે છે અને પોતાના હિસાબની નવી શરૂઆત કરે છે ધનતેરસના દિવસે લોકો સોનું ખરીદે છે કહેવાય છે કે ધનતેરસના દિવસે સોનું ખરીદો બહુ જ શુભ છે દિવાળી જેમ-જેમ નજીક આવતી જાય છે તેમ લોકો નવા કપડાં ખરીદેશે અને બહાર ગામ નોકરી ધંધો કરતા લોકો પોતાના વતન દિવાળીનો ઉત્સવ બનાવવા પાછા ફરે છે આમ તો દિવાળીનો ઉત્સવ દિવાળી પહેલા શરૂ થઈ જાય છે
લોકો ઘરની સાફ-સફાઈ કરવા લાગે છે વેપારીઓએ પોતાની દુકાનો સાફ કરવા લાગે છે આ સાફ સફાઇને તે દિવાળી કાઢી તે રીતે સંબોધાય છે દિવાળીના દિવસે સવારમાં ઘરના ફળિયાને સાફ કરી રંગોળી બનાવવામાં આવે છે રાત્રે દીવા પ્રગટાવી ઘર દીવડા થી ઝગમગતું કરાઈ છે દિવાળી નો આગલો દિવસ હિંદુ પંચાંગ મુજબ બેસતુ વર્ષ માનવામાં આવે આ દિવસે એકબીજાને ઘરે જઈ હાથ મિલાવી ને રામરામ કરવામાં આવે છે અને નવા વર્ષની શુભકામનાઓ આપવામાં આવે છે સગા વાલા સાથે મળી દિવાળીનો ઉત્સવ ધામધૂમથી ઉજવવામાં આવે છે


