gay vishe nibandh gujrati ગાય વિશે નિબંધ
Essay on cow in gujarati
ગાય એક ઘરેલું પાલતુ પ્રાણી છે તથા ગાય એક દુધાળું પશુ છે ગાય નું વજન લગભગ ૭૦૦ થી ૮૦૦ કિલો હોય છે ગાય ની માથે બે સીંગડા અને લાંબી પૂંછડી હોય છે ગાય નું આયુષ્ય લગભગ ૧૫ વર્ષ માનવામાં આવે છે ગાય નવથી સવા નવ મહિનાની આસપાસ ગર્ભધારણ કરે છે ગાય ના બચ્ચા ને વાછરડું કહેવામાં આવે છે ગાય એક વર્ષમાં એક વખત બચ્ચાને જન્મ આપે છે
ગાયનું દૂધ ખૂબ જ ફાયદાકારક અને પૌષ્ટિક હોય છે ગાયનું દૂધ રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં પણ મદદરૂપ થાય છે ગાયના દૂધ પીવાની સલાહ ડોક્ટર દ્વારા પણ દર્દીઓને અપાય છે ગાય નું ભોજન શુદ્ધ શાકાહારી છે તે ઘાસ અનાજ સુકો ઘાસચારો વગેરે ખાય છે ગાય હંમેશા લીલોતરી મેદાનમાં ઘાસ ચરવાનું પસંદ કરે છે ગાયના દૂધમાંથી છાશ માખણ દહી મીઠાઈ અને પનીર બનાવવામાં આવે છે
ભારતમાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે હવન અને પૂજાપાઠ માં પણ ગૌમુત્ર અને ગાયના છાણમાંથી બનેલી છાણા નો ઉપયોગ થાય છે ગાય ને પ્રાચીનકાળથી દેવી દેવતાઓની જેમ માનવામાં આવે છે અને તેની પૂજા કરવામાં આવે છે હિન્દુ માન્યતા મુજબ ગાયના શરીરમાં 33 કોટી દેવી-દેવતાઓનો વાસ છે એટલે તેની પૂજા કરવામાં આવે છે
ગાયની આખી દુનિયામાં અલગ અલગ પ્રજાતિ જોવા મળે છે આમ તો ઘણી ઘણી બધી સારી પ્રજાતિ છે પણ સૌરાષ્ટ્રમાં ગીર જંગલની ગાયને સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે જેથી તેને ગીર ગાય કહેવામાં આવે છે જેની માંગ વિદેશોમાં પણ છે ગીરગાય સામાન્ય કરતા વધુ દૂધ આપે છે અને તે દેખાવમાં પણ ખૂબ જ તંદુરસ્ત હોય છે ગીર ગાય ની કિંમત 70,000 થી બે લાખ સુધી હોય છે
gay vishe vakya ગાય વિશે વાક્ય 10 sentences about cow
- ગાય એક ઘરેલું પાલતુ પ્રાણી છે
- ગાય એક દુધાળું પશુ છે
- ગાય નું આયુષ્ય લગભગ ૧૫ વર્ષ માનવામાં આવે છે
- ગાય નવથી સવા નવ મહિનાની આસપાસ ગર્ભધારણ કરે છે
- ગાય ના બચ્ચા ને વાછરડું કહેવામાં આવે છે
ગાયના દૂધમાંથી છાશ માખણ દહી મીઠાઈ અને પનીર બનાવવામાં આવે છે
- ગાય હંમેશા લીલોતરી મેદાનમાં ઘાસ ચરવાનું પસંદ કરે છે
- ભારતમાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે
- ગાયની આખી દુનિયામાં અલગ અલગ પ્રજાતિ જોવા મળે છે
- ગાય નું ભોજન શુદ્ધ શાકાહારી છે તે ઘાસ અનાજ સુકો ઘાસચારો વગેરે ખાય છે