ધરતી નો છેડો ઘર વીશે નિબંધ ગુજરાતી માં dharti no chhedo ghar nibandh gujrati ma
ધરતીનો છેડો ઘર એટલે દુનિયામાં ગમે ત્યાં જાવ પણ થોડા દિવસમાંઘરની યાદ આવી જ જાય છે તમે ગમે ત્યાં ફરવા જાવ પણ બે-ત્રણ દિવસમાં એકવાર ઘર યાદ આવે છે એટલે તો ધરતીનો છેડો એટલે ઘર માનવામાં આવે છે તમે એકાદ મહિનો બહાર ફરવા માટે અથવા તો કંઈ કામકાજ માટે જાઓ છો અને જ્યારે પાછા ઘરે ફરો ત્યારે જે આનંદ હોય છે
તે કંઈક અલગ જ હોય છે જ્યારે આપણે ઘરે પાછા ફરીએ એ જે આનંદ હોય છે તે ક્યાંય મળતો નથી પછી તમારું ઘર બંગલો હોય કાચુ મકાન હોય કે ઝુપડુ હોય ઘર તો ઘર છે કોઈ પણ માણસ હોય તે વિદેશમાં ગમે ત્યાં રહેવા માટે જાય પણ પોતાની જન્મભૂમિ ઘરની ક્યારેય ભૂલી શક્તો નથી
જે માણસ પોતાની જન્મભૂમિ ઘર થી દૂર હોય છે તે માણસના હૃદયમાં ક્યાંક ને ક્યાંક પોતાના જન્મભૂમિની યાદ હંમેશા છુપાયેલી રહે છે રહેઠાણ એ માણસની પ્રથમ જરૂર છે એટલે તે ઘર બનાવે છે માણસની સાથે સાથે પશુ-પંખીઓ જીવ-જંતુઓ પણ માળા બખોલ દર ગુફા જેવા અનેક પ્રકારના ઘર બનાવે છે
અને સાંજ પડતા જ પોતાના નિવાસસ્થાને આવી જાય છે દરરોજ આપણે કંઈક ને કંઈક કામ કરવા માટે બહાર જવું જ પડે છે અને આખા દિવસની દિનચર્યા પૂર્ણ કરી સાંજે ઘેર પાછા ફરીએ છીએ પછી એ કોઈપણ માણસ હોય કોઈ મોટા કારખાનાનો માલિક હોય કે પછી એક સામાન્ય મજૂરી કરતો માણસ હોય
સૌ કોઈ સાંજે પોતાના ઘરે પાછા ફરે છે આપણે ઘરને ચોખ્ખું અને ઘરના સામાનને વ્યવસ્થિત રીતે ગોઠવીને રાખવો જોઈએ પરિવારમાં હંમેશા વડીલોનું માં રાખવું જોઈએ પરિવારમાં હંમેશા સંપીને રહેવું જોઈએ એ જ સાચું ઘર કહેવાય આવા ઘરમાં જીવન જીવવાનું આનંદ કંઈક અલગ જ હોય છે હકીકતમાં થી અને ધરતી નો છેડો ઘર કહેવાય