લીમડા વિશે નિબંધ અને માહિતી Essay and information about neem
નમસ્કાર મિત્રો આજે આપણે લીમડા વિશે જાણીશું અને નિબંધ લેખન કરીશું
લીમડાનું વૃક્ષ લગભગ ભારતમાં બધે જ જોવા મળે છે લીમડાનું વૃક્ષ 20 થી 50 ફૂટ સુધી ઊંચું હોઈ શકે છે લીમડા નું આયુષ્ય લગભગ 150 થી 200 વર્ષ માનવામાં આવે છે લીમડો દેશી દવા બનાવવા માટે ખૂબ જ મહત્વનું ભાગ ભજવેલીમડામાં સફેદ ઝીણા ઝીણા ફૂલો આવે છે અને ફળો પણ આવે છે લીમડાના ફૂલને મોર કહેવાય છે આ મોર મોટા થઈ ફળ બને છે લીમડાના ફળને લીંબોળી કહેવાય છે
લીમડાનું વૈજ્ઞાનિક નામ Azadirachta Indica છે
લીમડાના વૃક્ષમાં ખૂબ જ ઝાઝા ઔષધીય ગુણ સમાયેલા છે માનવામાં આવે છે કે રોજ સવારે લીમડાના પાનનું સેવન કરવાથી લોહી શુદ્ધ રહે છે અને રોગો દૂર રહે છે એવું માનવામાં આવે છે કે લીમડાની છાલને ગરમ પાણીમાં પલાળી અને એ ગરમ પાણી એ નાવાથી ચામડીના રોગો દૂર થઈ જાય છે ઓર્ગેનિક ખેતીમાં પણ લીમડાના ખાતરનો ઉપયોગ થાય છે
ઓર્ગેનિક જંતુનાશક દવા બનાવવામાં પણ લીમડાનો ઉપયોગ થાય છે આપણે જુના જમાના થઈને જ લીમડાનું એક ખાસ મહત્વ આપવામાં આવ્યું છે જેમાં આપણા પૂર્વજો અથવા હજી પણ ઘણા લોકો સવારે ઉઠી ને લીમડાની ડાળખીનું દાતણ કરે છે લીમડાનું દાતણ દાંત માટે ખૂબ જ ફાયદાકારક હોય છે લીમડાની ઉત્પતિ માનવામાં આવે છે કે મ્યાનમાર થી થઈ હતી
લીમડાનો ઉપયોગ ઔષધીમાં પણ થાય છે
હવે તો સમગ્ર વિશ્વમાં લીમડાને ઉગાડવામાં આવે છે લીમડાનો વધુ ઉપયોગ દેશી ઔષધીમાં થાય છે તથા લીમડાની લીંબોડીનું તેલ પણ કાઢવામાં આવે છે તેનો ઉપયોગ વાળને લીમડાનું તેલ નાખવાથી ખૂબ જ ફાયદાકારક છે વાળને કાળા રાખે છે અને મજબૂત રાખે છે ખરતા અટકાવે છે તેમજ લીમડાના પાનને પણ ઔષધીઓ તરીકે ઉપયોગ કરવામાં આવે છે લીમડાના પાનને ગરમ પાણી કરીને તેમાં લીમડાના પાન નાખી અને સ્નાન કરવામાં આવે છે જેથી ઘણા ખરા ચામડીના રોગો દૂર થઈ જાય છે
લીમડાના લાકડા પણ મજબૂત હોય છે તેથી તેમાંથી ફર્નિચર પણ બને છે લીમડાનું લાકડું ઝડપથી ખરાબ થતું નથી તેથી તેનું ફર્નિચરમાં ઉપયોગ કરવામાં આવે છે અને લીમડાના પાનનો ધુવાડો કરી મચ્છર પણ ભગાડવામાં આવે છે લીમડો કડવો હોવાથી લીમડાના ધુવાડા થી મચ્છર ઝડપથી ભાગી જાય છે લીમડા માંથી ગુંદર પણ નીકળે છે લીમડાના ઝાડમાં ગુંદર ચોટેલો હોય છે તે ગુંદરનો ઉપયોગ ખાવામાં થાય છે જેમ કે ચૂરમાના લાડુ બનાવે તો તેમાં લીમડાના ગુંદરનો ઉપયોગ કરવામાં આવે છે લીમડો ભારતમાં લગભગ બધે જ જોવા મળે છે
લીમડાનું વૃક્ષ ઘટાદાર હોય છે તેથી તેનો છાયડો ખૂબ જ સરસ થાય આપણને તડકામાંથી પણ બચાવે છે તો લીમડાના ઘણા બધા ફાયદાઓ છે લીમડો એક એવું વૃક્ષ છે જે બીજા વૃક્ષો કરતા વધુ ઓક્સિજન આપે છે એવું માનવામાં આવે છે કે રાત્રે લીમડા નીચે ન સૂવું જોઈએ કારણકે દિવસનો લીમડો ઓક્સિજન આપે છે અને રાત્રે કાર્બન ડાયોક્સાઇડ આપે છે તે માટે રાત્રે લીમડાના ઝાડ નીચે ન સૂવું જોઈએ લીમડાના ઝાડ નીચે રાત્રે સુવાથી શ્વાસ સંબંધિત નુકસાન થાય છે
FAQ Commonly Asked Questions
સામાન્ય રીતે પૂછવામાં આવતા પ્રશ્નો
કડવા લીમડાના ફાયદા
કડવા લીમડાના ઘણા ફાયદાઓ છે લીમડાના પાન નાખી ગરમ પાણી કરીને નાહવાથી ચામડીના રોગો મટે છે
લીમડા નું વૈજ્ઞાનિક નામ
લીમડાનું વૈજ્ઞાનિક નામ Azadirachta Indica છે
લીમડા ના ફાયદા
લીમડા ની ડાળી નું દાતણ કરાય છે, લીમડાના પાન પાણીમાં નાખી નાહવાથી ચામડીના રોગો મટે છે લીમડા નો ગુંદર ખાવામાં ઉપયોગ થાય છે લીમડાનું ફળ લીંબોડી નું તેલ બનાવાય છે
લીમડા નો ગુંદર
લીમડાનો ગુંદર લોહી નું પરિભ્રમણ વધારે છે લીમડા ના ગુંદર માં લીમડા જેવા ફાયદા કારક ગુણો હોય છે. ગુંદર હાડકાને મજબૂત કરે છે.
ખાસ નોંધ લેશો=>આલેખ અમે ફક્ત જાણકારી માટે બનાવ્યું છે કોઈ સ્વાસ્થ્ય સંબંધિત સલાહ આપતા નથી અને અમે કોઈ સ્વાસ્થ્યના જાણકાર નથી તો કૃપયા આ આપેલ જાણકારી વાંચી સ્વાસ્થ્ય માટે લીમડાનો કોઈપણ રીતે ઉપયોગ કરતા પહેલા ડોક્ટરની સલાહ આવશ્ય લેશો કારણકે અમે કોઈ વૈદિક કે ડોક્ટરીના જાણકાર નથી અમે આ માહિતી ઇન્ટરનેટ ઉપરથી મેળવી છે