મોબાઇલ ફોન વિશે નિબંધ mobile vishe nibandh
આજના જમાનામાં મોબાઇલ ફોન એક જીવન જરૂરિયાત નું સાધન બની ગયેલ છે આપણા દિવસની શરૂઆત જ મોબાઈલથી થાય છે 3 એપ્રિલ 1973 માં motorola કંપનીના એક શોધ કરતા
દ્વારા પહેલીવાર મોબાઈલ ફોન દ્વારા કોલ કરવામાં આવ્યો હતો સૌથી પહેલો જે મોબાઈલ હતો તેનો વજન 1.1 કિલો હતો આ મોબાઇલમાં અડધી કલાક વાત કરી શકતા હતા અને બીજી વખત વાત કરવા માટે 10 કલાકનો સમય લાગતો હતો
આજના જમાનામાં સ્માર્ટફોન અલગ અલગ આકારમાં આવે છે જેને તમે એક હાથથી કંટ્રોલ થતું મીની કોમ્પ્યુટર માની શકો છો મોબાઈલથી તમે ઘણી બધી સુવિધા નો ઉપયોગ કરી શકો છો
જેમ કે કોલ કરવો ટેક્સ મેસેજ મોકલવો ઇન્ટરનેટ નો ઉપયોગ કરવો વિડીયોકોલ માં ઉપયોગ કરવો કેમેરાથી ફોટા પાડી શકો છો અને ઘણી પ્રકારની ગેમ પણ રમી શકો છો એટલે મોબાઈલની સ્માર્ટફોન કહેવામાં આવે છે
આજકાલ તો જરૂરી કામ પણ મોબાઈલ થઈને જ થઈ જાય છે અને એક રીતે જોઈએ તો આ મોબાઇલની લત પણ લાગી ગઈ છે તમે એક દિવસ પણ મોબાઈલ વગર રહી શકતા નથી કોઈપણ માણસ હોય નવરો હોય કે ન હોય પણ પોતાનો મોબાઈલ ઉપયોગ કરવા માટે સમય કાઢી જ લેતો હોય છે
અમુક લોકો તો પોતાના મોબાઈલને facebook અને instagram પર પાંચ પાંચ મિનિટે નોટિફિકેશનનો ચેક કરતા હોય છે મોબાઈલ લોકો માટે એક ટાઇમપાસ જેવું સાધન પણ બની રહેલ છે
આજકાલ તો નાના બાળકોને પણ શરૂઆતથી જ મોબાઈલ આપવામાં આવે છે જેથી તેને લાંબા સમયે ભણતરમાં રસ લાગતો નથી
બાળકોના માતા પિતા પાસે ટાઈમ ન હોવાથી બાળકોને મોબાઈલ હાથમાં આપી દે છે તેથી બાળકને મોબાઇલની આદત પડી જાય છે અને મોબાઇલમાં ગેમો રમ્યા કરે છે મોબાઈલ લોકો માટે એક સુવિધા છે
અને લોકોનું કામ પણ સરળ કરી આપે છે પણ જો મનોરંજન માટે આદત પડી જાય તો મોબાઈલ વગર રહી શકતા નથી મોબાઈલ નો ઉપયોગ જેટલો જરૂરી હોય તેટલો જ કરવો જોઈએ


