સિંહ વિશે નિબંધ lion nibandh gujarati
સિંહ એક જંગલી માસાહારી પશુ છે સિંહ કેસરી રંગનો હોય છે અને એની સાથે સફેદ રંગમાં પણ જોવા મળે છે સિંહ ગર્જના કરે છે સિંહ એક બુદ્ધિશાળી પશુ છે સિંહનો અવાજ પાંચ કિલોમીટર સુધી સંભળાઈ શકે છે એશિયાઇ સિંહ અને આફ્રિકન સિંહ ની પ્રજાતિ એકસરખી જ છે
જેમાં એશિયાઇ સિંહ આફ્રિકન સિંહ કરતાં થોડો નાનો અને રંગમાં ઝાંખો હોય છે સિંહ જંગલ વિસ્તારમાં રહેવાનું પસંદ કરે છે પણ તેની સાથે માનવ વસ્તી નજીક આટા ફેરા પણ મારી જાય છે સિંહને જંગલનો રાજા કહેવાય છે સિંહનું આયુષ્ય ૧૫થી ૧૮ વર્ષનું હોય છે સિંહ નરનું વજન ૧૮૦ કિલો અને માદાનું વજન 135 કિલો હોય છે માદા સિંહ ને સિંહણ કહેવામાં આવે છે
સિંહણનો ગર્ભકાળ સાડા ત્રણ મહિનાનો હોય છે સિંહ જંગલી સુવર સાબર શીતલ શિકારા ભેંસ ગાય વગેરેનો શિકાર કરે છે સિંહ સામાન્ય રીતે દિવસમાં છ થી આઠ કિલો માસાહારી ખોરાક ખાઇ લે છે સિંહના ઘણા નામો છે જેમાં સિંહ સાવજ કેસરી જેવા નામથી પ્રસિદ્ધ છે ભારતમાં જોવા મળતા એશિયાઈ સિંહ ફક્ત ગુજરાતના સૌરાષ્ટ્રમાં ગીર જંગલમાં જ જોવા મળે છે
સૌરાષ્ટ્રમાં 2015માં કરવામાં આવેલ સર્વે ના હિસાબે સિંહોની સંખ્યા કુલ 523 છે સિંહ ઝાડ પર પેશાબ કરીને પોતાની ઇલાકા ને ચિહ્નિત કરે છે માનવામાં આવે છે કે સિંહ નો ઇલાકો 25 કિલોમીટર સુધી લાંબો હોઈ શકે છે સિંહ જ્યાં સુધી છે ન હોય ત્યાં સુધી તે માનવને હાનિ પહોંચાડતો નથી ગીર જંગલમાં ઘણા એવા ઉદાહરણ જોવા મળે છે સિંહ દ્વારા માનવો પર હુમલા કરવામાં આવ્યા છે
પણ બીજા માંસાહારી પશુઓની તુલનામાં એની સંખ્યા ખૂબ જ ઓછી છે જૂના જમાનામાં રાજા-મહારાજાઓ સિંહનો શિકાર કરવાનું પસંદ કરતા જેના કારણે સિંહોની સંખ્યા ખૂબ જ ઓછી થતી રહી છેવટે જૂનાગઢના નવાબે સિંહોના શિકાર પર પ્રતિબંધ લગાવ્યો જેના કારણે સિંહોની સંખ્યા ઘટતી અટકી હવે ગુજરાત સરકાર અને ફોરેસ્ટ વિભાગ સિંહોની દેખરેખ કરે છે સિંહોને કોઈ બીમારી કે મુશ્કેલી આવે તો ફોરેસ્ટ વિભાગ તેની મદદ કરે છે